શ્રી વિકાસ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.ની ૧૨ મી વાર્ષિક સાધારણસભા પ્રજાપતિ છાત્રાલય પાટણ ખાતે યોજાઈ..
શ્રી વિકાસ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.ની ૧૨ મી વાર્ષિક સાધારણસભા પ્રજાપતિ છાત્રાલય પાટણ ખાતે યોજાઈ..
શ્રી વિકાસ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી.ની ૧૨ મી વાર્ષિક સાધારણસભા પ્રજાપતિ છાત્રાલય પાટણ ખાતે યોજાઈ..
પ્રજાપતિ છાત્રાલય પાટણ ખાતે શ્રી વિકાસ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ની ૧૨ મી વાર્ષિક સાધારણ સભા પ્રજાપતિ ઊમેદભાઈ ખેતાભાઈના અધ્યક્ષ સ્થાને સોસાયટીના સ્થાપક ચેરમેન શાંતિલાલ એસ. પ્રજાપતિ,ચેરમેન રઘુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં તા. ૨૦/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ બપોરે ૩ કલાકે યોજાઈ હતી.શાંતિલાલે ક્રેડિટ સોસાયટી ના સભ્યોને આર્થિક સહકાર આપવા માટે અગત્યતા વિશે વિગતવાર ચર્ચા કરી હતી.ચેરમેન રઘુભાઈ પ્રજાપતિ એ ક્રેડિટ સોસાયટીની કામગીરીનો વિગતવાર અહેવાલ રજુ કર્યો હતો.વાઈસ ચેરમેન હરેશભાઈ પ્રજાપતિએ વાર્ષિક હિસાબો રજુ કર્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.અધ્યક્ષ ઉમેદભાઈ પ્રજાપતિએ સોસાયટી ની પ્રગતિને બીરદાવી સમાજના વધુમાં વધુ સભ્યો સોસાયટીમાં જોડાઈને સીસાયટીનો વધુમાં વધુ લાભ મેળવે તેવું આહ્વાન કર્યું હતું.સભાના અંતે સોસાયટીના મેનેજીંગ ડીરેકટર ભગવાનભાઈ ટી.પ્રજાપતિએ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530