GUJARAT
પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન આજે ગજાનન આશ્રમ માલસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે વિશાળ જગ્યામાં ગજાનન આશ્રમ નિર્માણ પામનાર છે.ત્યારે પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન આજરોજ ઝેડ પ્લસ સુરક્ષા સાથે માલસર મુકામે નર્મદા નદીના કિનારે નવ નિર્માણ પામનાર ગજાનન આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતાં.જ્યાં સૌ પ્રથમ નર્મદા મૈયા અને મુખ્ય પાંચ શીલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરૂજીના આર્શીવાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદી લીધી હતી.અને ત્યારબાદ નર્મદા નદીના કિનારે નવ નિર્માણ પામનાર ગજાનન આશ્રમ ને લઈને પૂજ્ય ગુરુજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી,પૂજ્ય ગુરુજી ને આશ્રમ ના નવ નિર્માણ માટે શુભ કામનાઓ પાઠવી હતી.આ દરમિયાન પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન સાથે વડોદરા કલેકટર ,ADG મુત્તુ કુમાર ,ધારાસભ્ય અક્ષય પટેલ,વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ,શિનોર મામલતદાર,DYSP બી.એચ.ગઢવી સહિતના અધિકારીઓ , પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







