ARAVALLIGUJARATMODASA

પૌંઝિ સ્કિમ કૌભાંડ મામલો : સ્થાનિક તંત્રએ મોડાસામા પૌંઝિ સ્કિમ ચાલતી ઓફિસોના બોર્ડ જોયા હોવા છતા કાર્યવાહી કેમ ના કરી..? કાર્યવાહી કરી હોત તો લોકોના કરોડો રૂપિયા બચતા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

પૌંઝિ સ્કિમ કૌભાંડ મામલો : સ્થાનિક તંત્રએ મોડાસામા પૌંઝિ સ્કિમ ચાલતી ઓફિસોના બોર્ડ જોયા હોવા છતા કાર્યવાહી કેમ ના કરી..? કાર્યવાહી કરી હોત તો લોકોના કરોડો રૂપિયા બચતા

CID ક્રાઇમ ના દરોડા બાદ એકા એક ચાલી રહેલી અરવલ્લી સાબરકાંઠામાં પૌંઝિ સ્કિમના CEO એકા એક ભુગર્ભમાં ઉતરી ગયા છે.CID ક્રાઇમમાં ફરીયાદ નોંધાયા બાદ પણ આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે જેમા BZ ના CEO એ અરવલ્લી તેમજ સાબરકાંઠાના ના કેટલાંય લોકોનું કરોડો રૂપિયાનું રોકણ કરી હાલ ફરાર છે ઉપરાંત RK તેમજ હરસિદ્ધિ ના CEO એ પણ કેટલાંય લોકોના કરોડો રૂપિયા રોકાણ કરી ફરાર છે જેને લઇ CID ક્રાઇમ ટીમ દ્વારા વિવિધ તપાસ હાથ ધરવામા આવી રહી તપાસમા પણ રોજ અનેક નવાં ખુલાસાઓ પણ થઇ રહયા છે

પરંતું હાલ મોડાસા સહીત એનેક લોકોમા ચર્ચાઓ પૂરજોશે ચાલી રહી છે જેમા સ્થાનિક તંત્ર સામે રોશ વ્યકત કરી લોકો કહી રહ્યાં છે કે જીલ્લાના સ્થાનિક તંત્રએ અને પોલિસે જો મોડાસામાં શહેરમાં ચાલતી પૌઝિ સ્કિમની ઓફિસોના બોર્ડ તો જોયા હતાં પણ કાર્યવાહી કેમ ના કરી..? જેવા અનેક સવાલો લોકોમા હાલ ચાલી રહ્યાં. બીજી તરફ જૉ આવિ સ્કિમો ચલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરી હોત તો લોકોના કરોડો રૂપિયા બચી જતાં પરંતું કોઇ કાર્યવાહી ન થયાં અંતે લોકોને રોવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો રોકાણકારોનાં કરોડો રૂપિયા અટવાયા છે ત્યારે સ્થાનિક તંત્રના આંખો આગળ આડા કાન ને લઇ રોશ જોવા મળી રહયો છે

Back to top button
error: Content is protected !!