પંચમહાલ જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલ વાહનોની નવી સીરિઝ GJ17 CN ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાની મોટરીંગ પબ્લિક માટે ટુ-વ્હીલ વાહનોની સીરિઝ GJ17CN ના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી માટે તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ઓનલાઇન https://vahan parivathan gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે.
જે માટે વાહનમાલિકોએ તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪-૦૦ કલાકથી તા.૦૫/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના ૦૪-૦૦ કલાક સુધીમાં AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૦૫/૦૬/૨૦૨૫ બપોરના ૦૪-૦૦ કલાકથી તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના ૦૪-૦૦ કલાક સુધીના સમય માટે AUCTIONનું બીડિંગ આપેન થશે. વાહન માલીકોએ તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીએ જમા કરાવવાનું રહેશે.
વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરનાજ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા તથા તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.




