ભારત તથા વિદેશમાં ટુર કરવાશે તેવી લોભામણી સ્ક્રીમ હેઠળ ફસાવતી ફ્રોડ ટોળકી પોરબંદર પોલીસે ઝડપીને જેલ ભેગી કરી

ભારત તથા વિદેશમાં ટુર કરવાશે તેવી લોભામણી સ્ક્રીમ હેઠળ ફસાવતી ફ્રોડ ટોળકી પોરબંદર પોલીસે ઝડપીને જેલ ભેગી કરી છે. આ ટોળકીમાં કાર્યરત 17 ઠગબાજોને પોરબંદર પોલીસે દબોચ્યા છે. ટુર નામે લોકો સાથે છેતરપિંડી કરનાર મેનેજર સહીત સંડોવાયેલા તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ બનાવામા એક મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી કે તેમને એક મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો તેમ એમ જણાવ્યું કે તમારો લક્કી નંબર જીત્યો છે અને તમારે હાર્મની હોટલ પોરબંદર ખાતે ઈવેન્ટમાં આવવાનું છે.
મહિલા અને તેમના પતિ જ્યારે હોટલ ખાતે ઇવેન્ટમાં ગયા ત્યારે કંપનીના મેનેજર યશવંત સંભાજી પનાળકર તથા રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર તથા તેઓની ટીમના પુરૂષ તથા સ્ત્રીઓ એમ કંપની સ્ટાફના માણસો હતા, જે લોકો ત્યાં હાજર હોય તેને તેના માણસોને ફોર્મ ભરાવી તેઓની ટુર એન્ડ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવતાં હતા અને તેઓની પાસેથી ટુર ટ્રાવેલ્સની અલગ-અલગ રકમ મેળવતાં હતા.આ ઠગબાજોએ કેટલાય લોકોને પોતાની જાળમાં ફસાયા હતા.
આ ફ્રોડ ટોળકીએ અગાઉ આપેલ રીસીપ્ટ મુજબના જી.એસ.ટી.નંબર પરથી ટોળકીએ છેતરપિંડી આચરી હતી. જથી ત્રણેક વર્ષ પહેલાં અમારી સાથે ટુર ટ્રાવેલ્સના નામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો ફરીયાદી રમાબેન સાથે 15 હજારનો ફ્રોડ તથા બીજા ઘણા લોકો સાથે આવી છેતરપિંડી થઇ હોવાનું ફરીયાદમાં જણાવ્યુ છે.





