સંતરામપુર તાલુકાના રાફઈ ગામ પાસે સ્કોર્પિયો કાર સાથે નીલગાય ભટકાતા ૩૭ લાખના પોસ્ટ ડોડા મળ્યા.

મહીસાગર એક્સ્ટ્લુઝિવ….
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
બગાસુ ખાતા પતાસુ મોઢામાં આવ્યું તેવી સ્થિતિનું નિર્માણ….
સંતરામપુર તાલુકાના રાફઈ ગામ પાસે સ્કોર્પિયો કાર સાથે નીલગાય ભટકાતા ૩૭ લાખના પોસ્ટ ડોડા મળ્યા.
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાફઈ ગામ પાસેથી લાખો રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક અકસ્માતગ્રસ્ત કારમાંથી ઝડપાયો હતો.

ગત રાત્રિ દરમિયાન રાફઈ ગામ પાસે એક કાળા રંગની સ્કોર્પિયો કાર (GJ 16 DK 5911) ને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, રસ્તામાં નીલગાય આવી જતાં કાર બોનેટના ભાગે અથડાઈ હતી.
અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તપાસ કરતા કારમાંથી શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક FSL ટીમને જાણ કરી હતી, જે ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી.
સંતરામપુર પોલીસે લાખો રૂપિયાનો પોષ ડોડાનો જથ્થો કબજે કર્યો છે.
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





