
ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દરોડા ૨૧ જોડાણોમાંથી ૯ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઇ 



વીજ કંપનીની ૨૨ ટીમોએ ૨૫ વાહનોના કાફલા સાથે પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું
વીજ કંપનીના ૧૦૦થી વધુ કર્મીઓએ ૮૪૦ જોડાણો તપાસ્યા જેમાં ૨૧ જોડાણોમાં ગેરરીતિ બહાર આવી
ઝગડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથીજ ડી.જી.વી.સી. એલ.વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ.તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત,વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન ૨૧ જોડાણોમાંથી ૯ લાખ ઉપરાંતની રકમની વિજચોરી ઝડપાઇ હતી. વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથીજ રાજપારડી પંથકના વણાંકપોર,ભાલોદ,ઓરપટાર, રાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની ૨૨ ટીમો,૨૫ વાહનો, ૧૦૦થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથીજ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ વીજ ચેકિંગ દરમિયાન ૮૪૦ જેટલાં વીજ જોડાણો તપાસવામાં આવતા ૨૧ જેટલાં વીજ જોડાણોમાં ગેરરીતીઓ જણાઈ આવી હતી વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતાઓને ૯ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરી કરનારાઓના લંગરો,કેબલો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી ઉલ્લેખનીય છેકે વીજ ચોરી એ વીજ કંપની માટે માથાના દુખાવા સમાન તકલીફ હોઇ વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોઇ છે અગાઉ પણ ઝગડીયાના કેટલાક ગામોમાથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ ચુકીછે આગામી દિવસોમાં પણ હજુ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું
ઈરફાનખત્રી
રાજપારડી



