
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના મહાદેવ ગામ નજીક અકસ્માત, પીકપ સ્ટેન્ડમાં ઘૂસી ગયેલી કારમાં નશીલા પદાર્થો હોવાના ગંભીર આક્ષેપો
અરવલ્લી જિલ્લાની અંદર ગુજરાત રાજ્યના મંત્રી હોવા છતાં પણ રસ્તાની હાલાકીથી નાગરિકોમાં કેટલાક અંશે રોશ જોવા મળી રહ્યો છે અવારનવાર મોડાસા રાજેન્દ્રનગર રસ્તા પર અક્સ્માત સર્જાતા લોકોમાં રોશ
હાલ અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા એક અઠવાડિયા થી અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે જેની અંદર ખરાબ રસ્તાઓના કારણે તેમજ ખાડા વાળા રસ્તા ના કારણે આ અકસ્મતાઓ થતા હોય છે ગત રાત્રીના સમયે મોડાસા રાજેન્દ્ર નગર રસ્તા પર મોડાસાના મહાદેવ ગ્રામ નજીક અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં પીકપ સ્ટેન્ડમાં કાર ઘૂસી ગઈ હતી અકસ્માત સર્જાતા લોકોમાં રોશ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે રસ્તો ખરાબ અને ખાડા વાળો હોવાથી અવારનવાર આ રસ્તા ઉપર અકસ્માત સર્જાતો હોય છે અને કેટલાકના જીવ પણ જતા હોય છે આ બાબતે અકસ્માત સર્જાતા એક મુદ્દો વધુ સામે આવ્યો હતો જેની અંદર અકસ્માતમાં કાર ની અંદર બે નંબર પ્લેટ હોવાનું હાલ તો ચર્ચા રહ્યું છે અને અકસ્માત પછી નંબર પ્લેટ બદલી લેવાય હોવાના સ્થાનિકો અને ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા હતા અકસ્માત થતા સ્થાનિકો એ રસ્તા રોકી ચક્કાજામ પણ કર્યો હતો બીજી તરફ એ પણ જણાવ્યું હતું કે કારની અંદર બે થેલા હતા જેમાં નશીલા પદાર્થો હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે





