કાલોલ તાલુકાના પલાસા ગામની પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સાંસદ ની ચૂંટણી યોજાઈ
તારીખ ૦૫/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પલાસા ગામની પ્રાથમિક શાળા માં લોકશાહી ઢબે બાલ સાંસદ ની ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં બાળકો માં વિદ્યાર્થીકાળ થી જ લોકશાહી ના મૂલ્યો કેળવાય,નેતૃત્વ ના ગુણો નો વિકાસ થાય તેવા ઉમદા હેતુઓ સાથે નાગરિક ઘડતર ની આ ઉત્તમ પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં મતદારો માટે ઓળખ ના પુરાવા તારીખે આધારકાર્ડ માન્ય રાખવામાં આવ્યું હતું.સમગ્ર ચૂંટણી નું આયોજન સામાજિક વિજ્ઞાન વિષય ના શિક્ષક નિરજભાઈ મહેતા અને શાળાના આ.શિ.જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર ચૂંટણી પેપરલેસ પદ્ધતિ દ્વારા યોજવામાં આવી.આ બાલ સાંસદ ની ચૂંટણી માં કુલ ૯૨ ટકા મતદાન થયું હતું. મહામંત્રી તરીકે ધોરણ ૮ માંથી ગોહિલ અનુરાગ અને ગોહિલ ગૌરીબેન વિજેતા બન્યા હતા. ચૂંટાઈ આવેલા સૌ પ્રતિનિધિઓને જશવંતભાઈ, યોગેશભાઈ,મેહાબેન તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં શાળાના આચાર્ય ચિરાગભાઈ પંડ્યા દ્વારા બાળકો ને પ્રેરણાત્મક ઉદબોધન પાઠવવામાં આવ્યું હતું.