
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવેલા માંડવખડક ગામે એક દુકાનમાં નવસારી એસઓજીની ટીમે રેડ કરતા ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા તબીબ ઝડપાય ગયો હતો,પોલીસે સમગ્ર મામલો રજીસ્ટર કરી આગળની તપાસ ખેરગામ પોલીસે હાથ ધરી હતી.પો.સ.ઇ. પી.વાય ચિત્તે તથા સ્ટાફ પોલીસ માણસોએ અલગ અલગ ટીમ બનાવી ખાનગી બાતમીદારો રોકી ચોક્કસ દીશામા વર્ક આઉટમા હતા તે દરમ્યાન તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ અ.હે.કો.ભકતેશભાઇ નિવુતીભાઇ તથા અ.હે.કો. મયુરભાઇ રઘુભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે મોજે માંડવખડક ગામ, ડુંગરપાડા ફળીયુ, ગુલાબભાઇ ગાન્જીભાઇ ગવળીની ભાડાની દુકાનમાં “નામ વગરનું” દવાખાનામા રેડ કરી હતી.જ્યાં ડીગ્રી વગરના ડોકટર તરીકે પ્રેકસ્ટીસ કરતા શશીકાંતભાઇ મહારુભાઇ પાટીલ ઉ.વ.૫૫ ધંધો મેડીકલ પ્રેકટીસ રહે.બંગલા નં.૨૨, શિવ ઇચ્છા સોસાયટી, થાલા ગામ તા.ચીખલી જી.નવસારી મુળ રહે.પુરાવત ગામ, તા.શહાદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને ઝડપી પાડીને તેના દવાખાના માંથી અલગ અલગ દવાઓ તથા તથા ડોકટરી પ્રેકટીસ કરવા માટેની સાધન સામગ્રી મળી રૂપિયા 12386નો મુદામાલ કબ્જે કરી ખેરગામ પો.સ્ટે. ખાતે બી.એન.એસની કલમ ૧૨૫ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. જેની તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.


