શહેરા:- ટાંડી મુવાડા પ્રા. શાળા ખાતે નવી સુરેલી ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા પ્રેરિત સી.આર.સી.નવી સુરેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું આયોજન ટાંડી મુવાડા પ્રા.શાળા ખાતે કરવામાં આવ્યું. કલા ઉત્સવ-2024 ની થીમ ‘ગરવી ગુજરાત’ આધારિત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન એમ ચાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. ઉદઘાટન સમારોહ માં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. વિધાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, સંગીત તેમજ વાદ્ય કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્ય ના વિકાસ અર્થે વિધાર્થીઓમાં રહેલી વિવિધ કલાઓ અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શાળા દ્વારા એડવાન્સમાં ગૂગલ ફોર્મ દ્વારા એન્ટ્રી મંગાવી તમામ પ્રકારના પત્રકો તૈયાર કરવામાં આવ્યા હતા. જેના લીધે રજીસ્ટ્રેશન પત્રક , મૂલ્યાંકન પત્રકો , દરેક વિધાર્થીઓ માટે પ્રમાણપત્રો ખૂબ જ ઝડપથી તૈયાર થયા હતા. ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવ માં કુલ 9 શાળામાંથી 36 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા ઉત્સવ ની આ ચાર સ્પર્ધામાં પ્રથમ , દ્વિતીય, તૃતીય સ્થાને વિજેતાને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ સી.આર.સી કો. ઓર્ડીનેટર રમેશભાઈ પરમાર દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા.આ પ્રસંગે નવી સુરેલી ક્લસ્ટર ના શિક્ષકો દ્વારા પણ સંગીતના વાજિંત્રો સાથે ભજન ની રમઝટ જમાવી હતી જેમાં બાળકોને ખૂબ મજા આવી. સી.આર.સી.કો.ઓર્ડીનેટર નવી સુરેલી રમેશભાઈ પરમાર , યજમાન શાળાના આચાર્ય શર્મા અમિતકુમાર જી. , રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી વિનોદભાઈ ત્રિવેદી , પેટા શાળાના આચાર્યો , શિક્ષક ગણ ધ્વારા કલા ઉત્સવમાં ભાગ લીધેલ તમામ બાળકોની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જતીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અંતે શાળાના સુંદર આયોજન બદલ સી.આર.સી. રમેશભાઈ દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા.






