ભરૂચ: સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચાર સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઈડ બંધ કરવા કરી રજૂઆત…


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ: પાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલ બિલાલ પાર્ક નજીક મુખ્ય માર્ગ પર શરૂ કરેલી ડમ્પીંગ સાઈડ નો મામલો…
સ્થાનિકો દ્વારા ઉગ્ર સૂત્રોચાર સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ સાઈડ બંધ કરવા કરી રજૂઆત…
ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇડનો મુદ્દો માથાના દુ:ખાવા સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઈડ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા બિલાલ પાર્ક નજીક ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈડ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા શનિવારના દિવસે ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે અધિકારીઓને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇડ બાબતે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇડ બંધ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી અને ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુફેર કરી ડમ્પિંગ સાઈડ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની 20 થી 25 સોસાયટીના રહીશોના સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા છે જેનો રહીશો સાખી નહિ લે જો પાલિકા આ કામગીરી બંધ નહિ કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.



