GUJARATHIMATNAGARSABARKANTHA

પ્રાંતિજની ઘડી ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક રળે છે

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

 

માટી કો નમન, વીરો કો વંદન”

પ્રાંતિજની ઘડી ગ્રામ પંચાયત વૃક્ષ ઉછેરી પર્યાવરણના જતન સાથે લાખોની આવક રળે છે

૧૨૭ હેક્ટર ગૌચરમાંથી ૩૦ હેક્ટર ગૌચરમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરાયું છે. ગામના રસ્તાની બંન્ને બાજુઓએ ફળાઉ વૃક્ષો છે.  પંચાયત અને વન વિભાગે સાથે મળી કર્યો વૃક્ષ ઉછેર કર્યો છે

ચોમાસામાં વરસાદ વરસે એટલે પર્યાવરણના પ્રેમીઓને વૃક્ષોનુ વાવેતર કરવાનો આનંદ આવતો હોય છે. પ્રકૃતિ પ્રેમીઓને વૃક્ષોનો ઉછેર કરવાનુ ખૂબ પસંદ હોય છે. એટલે જ કેટલાક વિસ્તારોમાં હરીયાળી વિસ્તરતી જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનુ ઘડી ગામ પ્રકૃતિ સાથે આવો જ પ્રેમ ધરાવે છે. ગ્રામ પંચાયત દ્રારા  પ્રતિ વર્ષ  હજારો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરાય છે.

સાબરકાંઠાની ઓળખ પોળોના જંગલો છે પરંતુ  પ્રાંતિજ તાલુકાના ઘડી ગામની ભાગોળે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રાકૃતિક સૌંદર્યનો એક ટુકડો કુદરતે જાણે અહીં વેરી દીધો છે. લીલાછમ વૃક્ષોની હરીયાળી ધરાવતા ગામમાં પ્રવેશતા જ ગામની ચો તરફ વૃક્ષો જોવા મળે છે. અહી લીમડા, આંબા, જાંબુથી લઇને અરડૂસા, ગુંદા, ગુલમહોર, ગરમાળો અને નિલગીરી  જેવા વૃક્ષોનો ઉછેરવામાં આવ્યા છે.

ઘડી ગામના સરપંચશ્રી મંજુલાબેન સુથાર જણાવે છે કે, વર્ષ હજારો વૃક્ષો ગામમાં ચોમાસા દરમ્યાન વાવણી કરવામાં આવે છે. જેથી ગામના પર્યાવરણના પ્રેમનુ જતન કરી શકાય છે. સાથે જ આ વૃક્ષો ગામના વિકાસને પણ મદદરુપ થઇ રહ્યા છે. કારણ કે અહી ફળની આવક ઉપરાંત નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોને વેચાણ કરીને પંચાયતને સારી આવક મળે છે. જેનાથી પંચાયતને વિકાસ કામોમાં ખુબ મદદ મળે છે.

સરપંચ વધુમાં જણાવે છે કે, પંચાયત અને વન વિભાગે સાથે મળી વૃક્ષ ઉછેર કર્યો છે ગામ પહેલાથી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે. ગામમાં અમે વનવિભાગના સહયોગથી ૧૨૭ હેકટરમાંથી ૩૦ હેકટર જમીન પર આશરે ૬૦ હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. આ વખતે ઘનિષ્ટ વનિકરણ વન કવચ અંતર્ગત ૧૦ હજાર બીજા વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ સિવાય ફળાઉ વૃક્ષોની દર સીજનમાં હરાજી કરવામાં આવે છે. જેની આશરે  ૪૦-૪૫  હજાર જેવી આવક થાય છે. જેનાથી ગામના વિકાસ માટે સારી એવી આવક રળી શકાઇ છે.

પ્રાંતિજના ફોરેસ્ટર પ્રિયંકા પટેલ કહે છે, અમે ઘડી ગામને તેમની જરુરિયાત મુજબ રોપાઓ પુરા પાડીએ છીએ. વન વિભાગ દ્વારા તેઓને વૃક્ષોના ઉછેર માટે મદદ કરવા સાથે ગ્રામ પંચાયતને આવક થાય એ માટેના વૃક્ષોના વાવેતર માટે મદદ કરી છે. જેથી ગામની આવકમાં વધારો થઇ શકે. રોપા આપીએ છીએ, તેના ઉછેર થાય તેની કાળજી રાખીએ છીએ. સાથે ગામના બાળકો પણ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત છે. શાળા પ્રવેશોત્સવ માં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છોડનો યોગ્ય ઉછેર થાય તે માટે ઘર આંગણે વૃક્ષો વાવી તેનું જતન કરે છે.

ઘડી ગામ પંચાયત દ્વારા વન વિભાગની મદદથી ગામમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ગામની પડતર જગ્યાઓમાં વૃક્ષો ઉછેર કરવામાં આવે છે, એટલે કે સરકારી પડતર જમીનને પંયાચત વૃક્ષ વિના રહેવા દેતુ નથી. સરકારની યોજના મુજબ અરડૂસા અને નીલગીરી જેવા વૃક્ષો મોટા થતા તેને હરાજી કરીને આવક રળવામાં આવે છે. જેમાં 25 ટકા રકમ વન વિભાગને જાળવણી વળતર તરીકે મળે છે, જ્યારે 75 ટકા રકમ ગ્રામ પંચાયતને મળે છે. આમ સરકારની યોજના મુજબ ગામને મોટી આવક પ્રાપ્ત થતી હોય છે. અગાઉ ઘડી ગામને રૂ ૪૫ લાખ  જેટલી આવક થઇ ચુકી છે. હવે નવા વૃક્ષો તૈયાર થતા વધુ આવક રળી શકાશે. ગામના ખેડૂતોના ખેતરના સેઢાઓ હોય કે ગામના રસ્તા, ઘરના આંગણા હોય વૃક્ષ તો દરેક જગ્યાએ હોય જ અને વૃક્ષ હોય એટલે પક્ષીઓના કલરવનું મધુર સંગીત હોય ખરેખર આ ગામ આસપાસના ગામો માટે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

ઘડી ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેના પ્રેમના પરિણામે જ ગામમાં વૃક્ષોનો ઉછેર વધારી શકાયો છે. આમ ઘડી ગ્રામ પંચાયત ઓછી આવક ધરાવતી નાનકડી ગ્રામ પંચાયતોને માટે પગભર થવા ઉદાહરણ રૂપ બની છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!