
કેશોદના ચાર ચોક વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ભારત માતાકી જયના નારા અને ડીજેના સંગાથે રાણીંગપરા સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેશોદ તાલુકાના રાણીંગપરા ગામના વતની મહીડા પ્રતીક રમેશભાઈ જે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આરટીસી જોધપુર રાજસ્થાન ટ્રેનીંગ માટે ગયેલ જ્યાંથી ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ટ્રેનિંગ પુર્ણ થયેલ હાલમાં જમ્મુ કાશ્મીર ફરજ બજાવી રહ્યાછે પ્રતીક મહીડાની આર્મીની ટ્રેનીંગ પુર્ણ થતાં પોતાના વતન રાણીંગપરા આવતાં કેશોદ ચાર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પ વર્ષા સાથે અને હુલફાર અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું કેશોદથી રાણીંગપરા સુધી ડીજેની સંગાથે દેશ ભક્તિના ગીત સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સગા સ્નેહીઓ મીત્રો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





