CHHOTA UDAIPURGUJARATNASAVADI
દેશી ગાય આધારીત ખેતી કરતા રોજકુવા ના પ્રવિણભાઈ

મૂકેશ પરમાર નસવાડી
સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતીપુત્ર પ્રવિણભાઈ રાઠવા આત્મા પ્રોજેકટમાં જોડાયને છેલ્લા ૩ વરસથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રવિણભાઈ બે થી ત્રણ વિઘા જમીનમાં ફુલાવર, રીંગણ,ભીંડા શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે.
પ્રવિણભાઇ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે મારી પાસે દેશી ગાય છે, તેના ગાયના છાણ અને મૂત્રમાંથી ઘનજીવામૃત,બીજામૃત, જીવામૃત,નિમાસ્ત્ર અને બ્રહ્યઆસ્ત્ર બનાવુ છું. બીજામૃતનો પટ આપી પિયારણનું વાવેતર કરુ છું. વાવાણી પહેલા ખેતરમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરૂ છું.પાકનો ક્રોપ તૈયાર થાય ત્યારે જીવામૃતનો છંટકાવ કરૂ છું. પાક પર જિવાત લાગે ત્યારે નિમાસ્ત્ર અને ખાટી છાશનો છંટકાવ કરી કાબૂ મેળવું છું. શાકભાજીની આસપાસના નિંદામણનો આછાદન તરીકે ઉપયોગ કરવાંથી અળસિયાનો વિકાસ થાય છે. ખેતરમાં અળસિયાનો વિકાસ થવાથી જમીન ભરભરી બની ફળદ્રુપ બને છે. દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે મળતી રકમનો ગાયના પાલનમાં ઉપયોગ કરૂ છું.
ભીંડાનું વાવેતર કર્યું હતું. હાલ ભીંડા વિણવાની શરૂઆત થઇ ગઇ છે. આ વિણેલા ભીંડા નજીકની માર્કેટમાં સવારે વેચાણ કરવામાં આવે છે. ફુલાવરની સારી આવક મળતા તે આવકમાંથી ટ્રેકરની ખરીદી કરી છે ખેડુતમિત્રોને સંદેશ આપતા તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન ફળદ્રુપ બને છે. ખેડૂતોઓએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવુ જોઈએ .





