આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ

આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ
તાહિર મેમણ – આણંદ – 24/04/2026 – ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2026 ના કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી સંદર્ભે પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દરેક મકાનોને નંબરો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા દરેક નગરજનોને સાથ અને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે. આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા 13 જેટલી ટીમ બનાવવામાં આવી છે, આ ટીમ દ્વારા મત ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વધુમાં મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપને ત્યાં મહાનગરપાલિકા ની ટીમ વસ્તી ગણતરી માટે આવે ત્યારે મહાનગરપાલિકા ના દરેક કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવ્યું છે તે ઓળખપત્ર અધિકારીઓ/કર્મચારીઓ નગરજનોને દેખાય તે રીતે લગાવેલું હશે જેથી કોઈપણ નગરજનોને કોઈ પણ પ્રકારની શંકા રહે નહીં અને આ કામગીરી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ હોય અને રાષ્ટ્રીય કામગીરી હોય નગરજનો સહકાર આપે તે માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.





