MORBI:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું.

MORBI:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું.
તારીખ 18/03/2025, મંગળવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં સુપ્રીમો શ્રી પી.ડી.કાંજીયા સાહેબ ની પ્રેરણાથી નવયુગ કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે અનેક નેશનલ અને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોરબીની નવયુગ કોલેજમાં BBA, MBA જેવા પ્રોફેશનલ કોર્ષની સાથે કુલ દસ વિવિધ કોર્ષિસ ચાલે છે જેમાં ફાઇનલ યરમાં ભણતાં સ્ટુડન્ટ્સ માટે નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મોરબીની અનેક નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાંની સાથે જ જોબ ઓપર્ચ્યુંનીટી પૂરી પાડી હતી. આ પ્રસંગે નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઇ સરસાવાડીયા, કેમ્પસ ડાયરેકટર રાવલ સાહેબ, કોલેજના પ્રિન્સીપાલ વોરા સાહેબ અને નિલેશ મીરાણી સાહેબ હજાર રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. નવયુગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કોલેજના પ્રોફેસર બ્રિજેશ બરાસરાને આપેલ નંબર પર સંપર્ક કરી શકશો મો. 8511998697.







