
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
રાજસ્થાનના જોધપુર નજીક ભયાનક અકસ્માત : અરવલ્લી ના 3 સહિત 4 ગુજરાતીઓના મોત થયાની પ્રાથમિક માહિતી, ૨૫ મુસાફરો ઘાયલ –
રાજસ્થાનના જોધપુર નજીક આવેલા આરના ઝરણા પાસે ચાર વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતની એકતા ટ્રાવેલ્સની લક્ઝરી બસ સહિત ચાર વાહનો વચ્ચે ટક્કર થતાં ઘટનાસ્થળે જ ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હતા જ્યારે અંદાજે ૨૫ જેટલા મુસાફરો ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી, રમાણા અને ટીંટોઈ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતી માં જાણવા મળ્યું છે. મૃતકો રામદેવરા ખાતે દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવા ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક જોધપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘાયલોની સ્થિતિ અંગે હોસ્પિટલ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે.આ અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે
રાજસ્થાનના જોધપુર નજીક જોધપુર–જેસલમેર નેશનલ હાઈવે-૧૨૫ પર મંગળવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરુ ગામ ખાતે મુલાનાડા રોયલ્ટી નાકા નજીક એકતા ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે સામસામે જોરદાર અથડામણ થતા ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૧૬ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી, રમાણા (રૂપણ) અને ટીંટોઈ ગામના રહેવાસી હતા. તેઓ રામદેવરા (જેસલમેર) ખાતે બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તથા ગ્રામજનોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે.
મૃતકોની પ્રાથમિક માહિતી નીચે મુજબ છે :
રાવલ વિનુભાઈ ચિમનભાઈ (ઉં.વ. ૫૦) રહેવાસી – ઈન્દ્રા નગર, વસાણીરેલ, સાબરકાંઠા,સુરેશ લાલાભાઈ (ઉં.વ. ૩૬)રહેવાસી – તાલુકાડા, અરવલ્લી,વિનુભાઈ મારોસા,જયેશ મારોસા
અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ટ્રેલર તથા બસની ઝડપ તેમજ માર્ગ પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે.આ દુર્ઘટનાથી અરવલ્લી જિલ્લામાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.







