BANASKANTHAGUJARATPALANPUR

દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ તડામાર તૈયારી ,પ્રિસાઇડિંગ અને ચૂંટણી કર્મચારીઓ ને બેલેટ પેપર ની જાણકારી આપવામાં આવી

10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની 100 ઉપરાંત બુથ ઉપર યોજનારી ચૂંટણીને લઇ તડામાર તૈયારી પ્રારંભ થઈ ચૂકી છે ,આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી શરૂ કરાયા હતા ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય મતદાન કર્મચારી લગભગ 500 ઉપરાંત કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી આ વખતે વર્ષો બાદ ફરી એકવાર બેલેટ પેપરથી મતદાન થનાર હોઇ તમામ કર્મચારીઓને મતદાન પેટી ખોલવા સાથે મતદાન કરવા અને ત્યારબાદ પેટી સીલ કરવા સુધીની સમજણ આપવામાં આવી હતી ખાસ કરીને બુધ ઉપર સંપૂર્ણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે અને 700 ઉપરાંત મતદાન હોય ત્યાં બે પેટી મૂકવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પ્રિસાઇડીંગ ઓફિસરો ને પણ મુજવણતા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હોવાનું. વિજયસિંહ ચાવડા નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી, દાંતા એ જણાવ્યું હતું જોકે તમામ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ચૂંટણી અંગેની તાલીમ મેળવ્યા બાદ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય ને કોઈ પણ સંજોગે પ્રક્રિયા ચૂંટણી પ્રક્રિયા ખોરવાય નહીં તેવી તકેદારી રમાથે સંતોષ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!