GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- છોટાઉદેપુર લોકસભા અંર્તગત હાલોલ વિધાનસભાના 342 બુથ પર મતદાનને લઈ તૈયારીઓ પુર્ણ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૫.૨૦૨૪

લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ના મતદાન મંગળવારના રોજ ગુજરાત ખાતે તમામ લોકસભા બેઠકો પર થનાર હોય જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માં આવતી હાલોલ વિધાનસભા બેઠક ખાતે 342 બુથ ખાતે યોજાનાર મતદાનને લઈને તંત્ર દ્વારા સોમવારના રોજ આ પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ કરી જે તે ફરજ પરના કર્મચારીઓને વિધાનસભા બેઠકમાં આવતા તમામ બુથો પર સીલ બંધ ઇવીએમ સાથે રવાના કરવામાં આવ્યા છે.લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાન માં ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતદાન મંગળવારના રોજ યોજનાર છે. ત્યારે તંત્ર સોમવારના રોજ વહેલી સવારથી સજજ થઈ મતદાનને લગતી તમામ કામગીરી આરંભી દીધી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે સાંજ સુધીમાં તમામ બુથોના તમામ કર્મચારીઓ મતદાન ને લગતી તમામ વસ્તુઓ તેમજ ઇવીએમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે મતદાન મથકો ખાતે 80, જેટલા વાહનો જેવા કે એસટી બસ, મીની બસ, તેમજ જીપ મારફતે મોડી સાંજ સુધી પહોંચી ચૂક્યા છે.છોટાઉદેપુર લોકસભામાં આવતી હાલોલ વિધાનસભા બેઠક ખાતે 2,78,856 જેટલા નોંધાયેલા મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે જ્યારે આ સમગ્ર મતદાનની કામગીરી માં પ્રસાઇડિંગ પોલિંગ મહિલા પોલિંગ એમ કુલ મળી 1710, કર્મચારીઓ દ્વારા મતદાનની કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.હાલોલ વિધાનસભા ખાતે યોજાનાર મતદાનને લઈને સમગ્ર વિધાનસભા મતવિસ્તારમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અર્થે છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!