NTPC ઝનોરના CSR પ્રોગ્રામ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પામેલ બહેનોને પ્રમાણપત્ર અને કીટ અર્પણ



સમીર પટેલ, ભરૂચ
આજરોજ NTPC ઝનોર નાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોગ્રામ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન (JSS) ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
‘બ્યુટી કેર આસિસ્ટન્ટ’ અને ‘આસિસ્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટર’ના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કીટ્સ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં NTPC મુંબઈ ખાતેનાં મહિલા સખી મંડળનાં શ્રીમતી સીમા તખેલે અને NTPC ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી શ્રીમતી સુજાતા પાતરાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતાં. જન શિક્ષણ સંસ્થાન નાં નિયામક શ્રી ઝયનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, કાર્યક્રમમાં શ્રી ગાયત્રી મહિલા ટ્રસ્ટનાં પદાધિકારીઓ શ્રીમતી આકાંક્ષા સક્સેના (ઉપપ્રમુખ), શ્રીમતી જોશનાબેન, શ્રીમતી મમતા ત્રિપાઠી તેમજ જન શિક્ષણ સંસ્થાન નાં ટ્રેનર શ્રીમતી છાયાબેન પાટીલ અને કુમારી યુક્તા રાજ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમને અંતે શ્રી ગાયત્રી મહિલા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ શ્રીમતી આકાંક્ષા સક્સેનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




