સિદ્ધપુર શહેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
સિદ્ધપુર નગરપાલિકાના વતૅમાન પ્રમુખ કૃપાબેન આચાર્યનો અઢી વર્ષનો કાર્યકાળ સિધ્ધપુરના વિકાસ અને અવરોધ વચ્ચે અનેક ચઢાવ ઉતાર સાથે પૂર્ણ થયો છે. ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના આગામી અઢી વષૅના પ્રમુખ-ઉપપ્રમુખ માટે મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેટ સાથે અનિતાબેન પટેલને પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકર વરાતા તેમજ કારોબારી ચેરમેન પદે રશ્મિન દવેની પસંદગી કરવામાં આવતા સિધ્ધપુર નગરપાલિકામાં કેસરીયો માહોલ છવાયો હતો.
સિધ્ધપુર નગરપાલિકાના સભાખંડ ખાતે આયોજિત સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીને લઈ ભાજપ દ્વારા નવા પ્રમુખના નામનું મેન્ડેટ અનિતાબેન પટેલ અને ઉપપ્રમુખનું મેન્ડેટ સોનલબેન ઠાકરના નામનું જાહેર કરવામાં આવતાં બન્ને મહિલાઓને પ્રમુખ ઉપપ્રમુખ પદે ચુંટાયેલ ધોષિત કરવામાં આવ્યા હતા.જયારે કારોબારી ચેરમેન પદે રશ્મિન દવેના નામ ઉપર પસંદગીનો કળશ ભારતીય જનતા પાર્ટીએ ઢોળતા સિધ્ધપુર નગરપાલિકા કેમ્પસમા કેસરીયો માહોલ છવાયો હતો.
સિધ્ધપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ અન્ય સદસ્યોએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા,સિદ્ધપુર