GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “કરુણા અભિયાનઃ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ, પક્ષીઓનો જીવ બચાવીએ” રાજકોટમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે

તા.૬/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો ખડેપગે હાજર રહેશે, ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે અને ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે

કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: કલેક્ટર તંત્રની સુચના

વૃક્ષો, ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા પતંગ રસિયાઓને અનુરોધ

Rajkot: ઉત્તરાયણના પર્વ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન કાર્યરત થશે. જે અંતર્ગત રાજકોટ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ તકે અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ એમ્બ્યુલન્સમાં જરૂરી સામગ્રી રાખવામાં આવે. આપણી દોરી અને આપણી મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. સારવાર કરતા સંભાળ ભલી હોય છે. રાતના સમયે ફોડવામાં આવતા ફટાકડાથી પણ પક્ષીઓ અસર પામતા હોય છે. “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે તમામ વિભાગોને આ મુદ્દે સંવેદનાસભર કામગીરી કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ કે સંગ્રહ કરવો પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તંત્ર દ્વારા આ માટે આગામી સમયમાં ખાસ ડ્રાઇવ પણ યોજાશે.ઉત્તરાયણ પછી પણ ઝાડ કે વીજ વાયરોમાં પતંગો અને દોરા ફસાતા હોય છે જેના પગલે કરંટ લાગતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે ત્યારે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવે, તે જરૂરી છે.

કરુણા અભિયાન ૨૦૨૬ માટે જિલ્લામાં ૧૯૬૨ હેલ્પ લાઇનની ૨૯ એમ્બ્યુલન્સ કાર્યરત છે જ્યારે રાજકોટ શહેરમાં ૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે.રાજકોટ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો કાર્યરત રહેશે. આ કાર્યમાં ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે તેમજ ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે. રાજકોટ શહેરમાં ૨૨૦ તથા તાલુકામાં ૧૩૦ સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે.

ઉત્તરાયણપર્વ દરમિયાન આટલું કરીએ*

ફક્ત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ

વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ

ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ

ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોચાડીએ

ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.

ચાઇનીઝ, સિન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ

ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ

રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ

ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતાં યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.

વન વિભાગનો હેલ્પ લાઇન નંબર:-૧૯૨૬ અથવા ૮૧૪૧૭૭૦૨૭૨ અથવા ‘Karuna’ ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. રાજકોટ, સરધાર, કુવાડવા, સણોસરા, એ.આઈ.સી.રાજકોટ માટે ૮૧૬૦૪૨૫૭૫૬, ૭૬૦૦૨૧૫૬૬૯, ૭૩૫૯૩૩૨૧૫૫, લોધિકા, ખાંભા માટે ૯૯૭૯૪૨૦૬૧૨, ૯૯૦૪૧૨૦૩૯૩, ઉપલેટા, ખીરસરા,લાઠ માટે ૯૭૨૬૬૩૧૪૩૯, ૯૯૭૯૧૫૩૮૧૪, ૯૯૨૫૭૨૮૦૭૬, જસદણ આંબરડી,પાંચવડા માટે ૯૪૨૬૨૬૪૩૩૪, ૯૯૭૪૯૬૫૯૬૫, ૭૮૭૪૨૩૪૪૪૫, રાજપરા, કોટડાસાંગાણી માટે ૯૨૬૫૯૨૧૨૮૮, ૯૯૨૫૫૪૪૪૧૩, ગોંડલ, કોલીથડ, સુલતાનપુર, મોટી સખપર માટે ૯૪૦૮૪૨૧૪૭૮, ૯૯૨૫૫૭૩૨૧૦, ૯૭૨૩૪૦૫૧૩૯, ૯૪૨૬૪૮૭૦૭૯, વિંછીયા ,મોઢુકા, છાસીયા માટે ૯૪૨૬૮૮૬૬૮૬, ૬૩૫૩૭૮૧૬૮૧, ૮૪૦૧૯૮૧૩૮૭, ૭૬૯૮૭૩૬૩૮૬, ૯૮૭૯૦૨૫૨૧૫, જામકંડોરણા,ચિત્રાવડ, ચાવંડી માટે ૭૬૯૮૭૩૬૩૮૬, ૯૮૭૯૦૨૫૨૧૫, જેતપુર, અમરનગર, વીરપુર માટે ૯૬૮૭૯૮૯૬૮૨, ૯૭૨૬૫૯૩૪૯૩, ૯૫૩૭૪૨૨૩૭૨, ધોરાજી, છત્રાસા માટે ૯૭૧૨૮૫૨૨૫૫, ૯૮૯૮૭૩૪૭૦૦,હડમતીયા, ખંભાળા, પડધરી, સરપદડ માટે ૯૮૨૫૨૯૬૧૦૧, ૯૮૨૫૦૮૪૯૫૨, ૮૩૨૦૪૧૭૫૪૪ ઉપર જાણ કરવાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામા આવશે.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ફોરેસ્ટ વિભાગના ડી.સી.એફ. શ્રી યુવરાજસિંહ ઝાલા, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના શ્રી મિતલ ખેતાણી, શ્રી પ્રતીક સંઘાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!