મહીસાગર જીલ્લા મથક લુણાવાડા ખાતે બે પ્રધાનમંત્રી આવાસો અને નવા કાચા પાકા મકાનો ના દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા.
મહીસાગર જીલ્લા મથક લુણાવાડામાં બે પ્રધાનમંત્રી આવાસો અને નવકાચા પાકા મકાનો નાં દબાણો તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા.
મહીસાગર :- અમિન કોઠારી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂર થયેલ મકાનોતંત્ર દ્વારા તોડી પડતાં તંત્રની આવી કાયૅપદધતિ થી આશ્ચર્ય સર્જાયું છે.
પ્રાંત અધિકારી, મામલતદાર,ને પાલિકા ચીફ ઓફિસર, સિટી સર્વેયર સહિતની ટીમ દ્વારા આ દબાણો દુર કરવા ની કાયૅવાહી હાથ ધરવામાં આવેલ હતી.
મહીસાગર જિલ્લાના
લુણાવાડા નગરમાં કોટેજ હોસ્પિટલ પાછળ સરકારી જમીનમાં દબાણ હટાવવા પ્રાંત અધિકારી .મામલતદાર, પાલિકાના ચીફ ઓફિસર, સિટી સર્વેયર સહિતની ટીમે બે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તથા કાચા મકાનો મળી કુલ 9 જેટલા દબાણો દુર કરાતા અંદાજે ચાલીસથી પચાસ લોકો બેઘર થવાનો વારો આવ્યો છે. જેમા તંત્ર જેસીબી મશીન લ ઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનને તોડવા પહોંચતા સૌ કોઈ ને આશ્ચર્ય સર્જાયું હતું…….
લુણાવાડા નગરમાં કોટેજ હોસ્પિટલ પાછળ આવેલી સરકારી જમીનમાં ડિસ્ટ્રિક્ટ ટ્રેનિગ ટીમ માટે ફાળવવામાઆવેલ જમીનમાં દબાણ હટાવવા ટીમ સ્થળ પર પહોંચીને કાચા પાકા મકાનો હટાવવાની કામગીરી હાથ ધરતા બેઘર થયેલા લોકોમાં રોષની લાગણી ફેલાઈ જોવા મળતી હતી. જો કે શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનેલા બે મકાનો પણ દૂર કરવા માટે જણાવતા આશ્ચર્ય સર્જાયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મંજૂર કરતી વખતે માલિકીની જમીન ચકાસણી કર્યા બાદ મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આવી જટિલ પ્રક્રિયા પછી મંજૂર થયેલા આવાસની જમીન પણ સરકારી પડતર હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. જ્યારે જમીન માલિકો પાસે જમીન પોતાની હોવાના પુરાવા છે તેમજ તેના આધારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મંજૂર થયેલ છે. રેવન્યુ રેકર્ડ 7/12 છે એમજીવીસીએલનું વીજ કનેક્શન છે. પાલિકાની આકારણી છે નગરપાલિકા દ્વારા પાણી કનેક્શન આપવામાં આવ્યું છે. તેમ છતાં દબાણ તોડવા ડિમોલિશેન કરવા આવેલી ટીમ આ કોઈ પુરાવાને માન્ય રાખતી નથી. જ્યારે તંત્ર એવું જણાવે છે કે આ લોકોને અનેક નોટિસ આપેલ છે પરતું બેઘર થનાર લોકો જણાવે છે કે માત્ર એક જ નોટિસ મળેલી છે અને તેનો પણ જમીન માલિકીના આધાર પુરાવા સાથે અધિકારીઓને જવાબ આપ્યો છે તેમ છતાં તંત્રના અધિકારીઓ મકાનો તોડવા આવ્યા છે. વધુમાં અહી રહેતા પરિવારો વિચરતી વિમુક્ત જાતિના છે તેમાં બે લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળ્યો છે. એક તરફ આ યોજના માં પ્રધાનમંત્રી આવાસ બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્ર તૈયાર થયેલા આવાસોનું ડિમોલેશન કરવા આવતા આશ્ચર્ય સર્જાયું છે. બે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તથા કાચા મકાનો મળી કુલ 9 જેટલા દબાણો દુર કરાતા અંદાજે ચાલીસથી પચાસ લોકો બેઘર થવાનો વારો આવ્યો છે.
કલેકટર કચેરીથી તાત્કાલિક જમીન ખાલી કરાવવાનો આદેશ છે
આ સીસ નંબર 5110 અને રેવન્યુ સર્વે નંબર 110 છે. અહીંયા ડીટીટી સેન્ટર બનાવવા માટે જમીન ફાળવણી થઈ છે. કલેકટર કચેરીથી તાત્કાલિક જમીન ખાલી કરાવવાનો આદેશ છે. તેથી સરકારી પડતર જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. અરજદારે આવાસ યોજનાનું મકાન બનાવ્યું તો તેણે પોતે ધ્યાન રાખવાનું હોય છે કે તેણે પોતાની જમીનમાં આવાસ બનાવ્યું છે કે કેમ ? જે બિલ્ડરોને નોટિસ આપી છે તેમની પણ ખબર લઈશું અને કાર્યવાહી કરીશું. – આનંદ પાટિલ, પ્રાંત અધિકારી, લુણાવાડા.
માલિકીની જમીન પર પ્રધાનમંત્રી આવાસ બનાવ્યું છે
આ જગ્યાએ અમો અંદાજે પચાસ વર્ષથી રહીએ છીએ અમારી પાસેની 7/12માં આ સર્વે નંબર 498 પૈકી 23 છે. નગરપાલિકાની વેરા પાવતીમાં વોર્ડ નંબર 6 પ્રોપર્ટી નંબર 138/4 છે. જેની આકારણીની નકલ પણ અમારી પાસે છે. અમારું પહેલાં કાચું મકાન હતું અને અમારા દસ્તાવેજોના આધારે પ્રધાન મંત્રી આવાસ મંજૂર થયું હતું. પરંતુ હવે અધિકારીઓ કહે છે કે આ સરકારી જમીન છે તો અમારી જમીન કયાં ગઈ ? અમે બાપદાદાઓથી આ જ સ્થળે રહીએ છીએ અને તેની જ નકલ અમારી પાસે છે. અમને મળેલો સરકારી લાભ પણ છીનવી લીધો તેના માટે કોણ જવાબદાર ? હવે અમે ક્યાં જઈએ ?
બાપૂડીબેન ચામઠા,અસરગ્રસ્ત