.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર CWDC દ્વારા prevention of sexual harassment workshop યોજાયો

31 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર CWDC દ્વારા prevention of sexual harassment workshop યોજાયો.CWDC ના કન્વીનર ડૉ. સુરેખાબેન પટેલ અને ડો. હેમલબેન પટેલદ્વારા તારીખ 31/1/ 2026ના રોજ સવારે 8.30થી 9.30 દરમિયાન થિયેટર હોલ નંબર-1માં I/C પ્રિ. ડૉ. રાધાબેનના માર્ગદર્શન હેઠળ PREVENTION OF SEXUAL HARRASMENTWORKSHOP નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. મુકેશભાઈ રાવલ દ્વારા prevention of sexual harassment awareness વિષય ઉપરના વ્યાખ્યાનમાં એન્ટીરેગિંગ, એન્ટી સેક્સ્યુઅલ હે રેસમેન્ટ,રોમિયોગીરી, ડિજિટલ હેરેસમેન્ટ, POSH એક્ટ જેવા વિવિધ મુદ્દાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં હતી ..જેનો લાભ કોલેજના 64 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.I/C પ્રિ.ડો.રાધાબેન પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શોભાવવા માટે સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. સેવક ભાઈઓ દ્વારા તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. પ્રવર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણનો પવન શોરમાં ફૂંકાવા લાગ્યો છે ત્યારે આવા સમયે વિદ્યાર્થીનીઓ જાગૃત બને અને તેમનો સ્વવિકાસ થાય તેવા શુભાશયથી કોલેજ વુમન ડેવલપમેન્ટ સેલના કન્વીનર દ્વારા પ્રતિવર્ષ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.




