BANASKANTHAGUJARATPALANPUR
જિલ્લા કક્ષાએ યોજાયેલ કૌશલ્યોત્સવમાં આદર્શ વિદ્યાલયનું ગૌરવ

6 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કૌશલ્યોત્સવ (વોકેશનલ શિક્ષણ) અંતર્ગત નુગર મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પીટેશન સ્પર્ધામાં આદર્શ શૈક્ષિણક સંકુલ, વિસનગરના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા કૌશલ્યોત્સવ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા ધોરણ-૧૦ ના વિધાર્થી પટેલ હીલ કૌશિક કુમાર અને રબારી વેદ કમલેશ ભાઈ એ રજુ કરેલ મોડલ/કૃતિ (દાંત વડે સાંભળવાનું મશીન) પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ આદર્શ શૈક્ષિણક સંકુલનું ગૌરવ વધારેલ છે. આમ જિલ્લા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ વધારવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી તથા હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.




