GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના જામનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા આયોજિત દક્ષિણ ઝોનકક્ષાની વાર્તાકથન સ્પર્ધામાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.જામનપાડા પ્રાથમિક શાળાની ધોરણ–4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રુહી અરુણભાઈ પટેલએ પ્રિપરેટરી સ્ટેજ વાર્તાકથન સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળા, ગામ, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમની આ સફળતા બદલ શાળા પરિવાર તથા શિક્ષણ વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ સાથે જ શાળાની ધોરણ–1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઋત્વી મનોજભાઈ પટેલએ ફાઉન્ડેશન સ્ટેજ વાર્તાકથન સ્પર્ધામાં ઝોનકક્ષા સુધી ભાગ લઈ પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી હતી.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી ધનલક્ષ્મીબેન તેમજ શિક્ષકશ્રીઓ શ્રી સુરેશભાઈ, શ્રી અરુણભાઈ, શ્રી અમૃતભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી રાજેશભાઈ, નિતાબેન અને વંદનાબેન સહિત સમગ્ર શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!