મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નું ગૌરવ
29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
એસજીએફઆઈ (SGFI )શાળાકીય રમતોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા આદર્શ હાઇસ્કુલ ડીસા ખાતે યોજાયેલ જેમાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની ચાર વિદ્યાર્થિની ઓ એ અંડર-17 એઇઝ ગૃપ માં ભાગ લીધેલ.જેમાં ચૌધરી હિમાંશી 57 કિલો વજન ગૃપ માં જિલ્લા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ ચૌધરી હિનાએ 48 કિલો વજન ગૃપ અને ચૌધરી વિમળા એ 71 વજન ગૃપ માં જિલ્લા માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ.અને શાળાનું ગૌરવ વધારેલ.તેમજ ચૌધરી તેજલ એ પણ 43 કિલો વજન ગૃપ માં સેમિ ફાઇનલ સુધી પોહચેલ. ઉપરોક્ત તમામ વિદ્યાર્થીની ઓ ને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પી.બી રાવલે તૈયાર કરેલ જ્યારે સંગીતાબેન ત્રિવેદી એ પણ માર્ગદર્શન આપેલ. તમામ ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષકો ને શાળાના આચાર્યશ્રી કે પી રાજપુત સાહેબ અભિનંદન પાઠવેલ.





