રાજ્ય કક્ષાએ આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ.

૨૫ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય કક્ષાએ આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વિસનગરમાં બી. એ.સેમ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌધરી નેત્રા બાબુભાઈ એ નડિયાદ મુકામે યોજાયેલ રાજ્યકક્ષાના ખેલમહાકુંભ 3.0 અંતર્ગત એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લઈ શોર્ટ પુટ રમતમાં કુલ 79 પ્લેયર્સમાંથી ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ અને તારીખ-24/01/2026 ના રોજ યોજાયેલ ચક્રફેક સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કરી રજત મેડલ મેળવેલ છે.આમ ગોલ્ડ મેડલ અને રજત મેડલ મેળવી રાજ્ય કક્ષાએ આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું નામ રોશન કરવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી કે.કે.ચૌધરી તથા તમામ હોદ્દેદારશ્રીઓ અને કોલેજના પ્રિન્સીપાલશ્રી કાર્તિકભાઈ કડિયા અને સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





