MORBI:ખનીજ અધિકારીઓની રહેમ હેઠળ મોરબીમાં ચોરાઈ રહ્યું છે ખનીજ ???

MORBI:ખનીજ અધિકારીઓની રહેમ હેઠળ મોરબીમાં ચોરાઈ રહ્યું છે ખનીજ ???
કુદરતે જ્યારે પૃથ્વીનું નિર્માણ કર્યું ત્યારે હવા અને પાણી સાથે સાથે મનુષ્ય માટે અનેક ખનીજો પણ આપ્યા જે ખનીજો ખરેખર પૃથ્વીનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે હવે દિવસેને દિવસે રાજકીય વગ અને રૂપિયાના વહીવટના જોરે વગર મંજૂરીએ ખનીજ ચોરીની ઘટનાઓ ગુજરાતના દરેક જિલ્લામાં જોવા મળી રહી છે. :રીપોર્ટ શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
વાત કરીએ તો મોરબી શહેર ની આજુબાજુના વિસ્તારો તેમજ જિલ્લાઓના ઘણા બધા વિસ્તારોમાં ખુલ્લેઆમ ખનીજ ચોરીઓ થતી હોય છે જેમાં ખનીજ વિભાગ અનેક વખત દેખાવ માટે વાહનો પકડવાની કામગીરી કરતી હોય છે પરંતુ સવાલો ઉભા એ થાય છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ ને સરકારશ્રી દ્વારા ખનીજ લેવા માટેની લીઝ આપેલ નથી તેમ છતાં બે રોકટોક દિવસ રાત ત્યાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેમ છતાં ખનીજ તંત્રના અધિકારીઓ કેમ મૌન છે? છેલ્લા ઘણા સમયથી મોરબી નજીક આવેલ નારણકા થી દેરાળા ત્યાંથી નાગડાવાસ વિસ્તારમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું અનેક વખત ફરિયાદો ઉઠી છે જે ફરિયાદો ખનીજ ખાતા વિભાગ સુધી પણ પહોંચાડવામાં આવેલી છે તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ વિસ્તારના ગામના લોકો આ બે રોકટોક ચાલતા ડમ્પરથી પરેશાન થઈ ચૂક્યા છે અને હવે તો એવું પણ સમજી ચૂક્યા છે કે આ ખનીજ ચોરી ખનીજ અધિકારીઓ માથે રહીને જ કરાવતા હોય તેમ લાગી રહ્યું છે કેમકે અનેકો ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગુજરાત સરકારને પણ મોટા પ્રમાણમાં ખનીજ રોયલ્ટીની નુકસાની થઈ રહી છે તદુપરાંત દિવસે અને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.
નારણકા થી દેરાળા ત્યાંથી નાગડાવાસ માંથી પસાર થતી મચ્છુ નદીના આજુબાજુના રહેવાસીઓ વચ્ચે ચર્ચાઓ પણ થવા લાગી છે કે ખનીજ અધિકારીઓ મસ મોટી મલાઈ ખાતા હોવાના કારણે અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને નેતાઓ ફક્ત વાતો કરે છે જ્યારે ઘણા નેતાઓ આ ખનીજ ચોરીના ભાગીદાર પણ હોય છે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર ગુજરાત સરકાર આ ખનીજ ચોરી અંગે કોઈ કાર્યવાહી કરે છે કે સરકારમાં બેઠેલા અમલદારો અને નેતાઓ પણ આમાં ભાગીદાર છે તેવું સાબિત કરશે…








