
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
કંબોડિયા ગામની પ્રાથમિક શાળામાં 15 ઓગસ્ટ, 2025ના રોજ સ્વાતંત્ર્ય દિવસની સાથે સાથે શાળાનો સ્થાપના દિવસ પણ હોવાથી બમણાં ઉત્સાહ સાથે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ત્રિરંગાના ફુગ્ગા, હરિયાળી વનમાળા અને આકર્ષક ચિત્રો વડે સુંદર સજાવટ કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજ વંદનથી કરવામાં આવી. સમગ્ર શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ધ્વજવંદન સમારંભમાં હાજર રહ્યા હતા. ધ્વજવંદન પછી રાષ્ટ્રગાન ગવાયું અને શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા.
આ અવસરે બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ બાળકોને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં ત્યાગ અને બલિદાન વિશે પ્રેરણાદાયક વાતો કરી. આગમી સમયે શાળાના વિકાસના કાર્યો અંગે ગ્રામજનો અને શિક્ષકોએ ચર્ચા કરી હતી.
શાળાના 78મા સ્થાપના દિવસ નિમિત્તે શિક્ષકો અને ગામના આગેવાનો દ્વારા શાળાના વિકાસ માટે સહયોગ આપવાની પ્રતિજ્ઞા લેવાઈ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવામાં આવી.
આ રીતે પ્રાથમિક શાળા કંબોડિયામાં 15મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિવસ અને શાળા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને આનંદના માહોલમાં પૂર્ણ થઈ.



