BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન કવોરી રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યુ

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન કવોરી રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યુ

ગામની શાળાના ૪૦૦ મીટરના જ અંતરે સ્ટોન કોરી લીઝની પરમિશન કેવી રીતે મળી અને લોક સુનાવણી કેમ રાખવામાં નથી આવી તેની તપાસની માંગ કરી

 

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળા થી ૩૦૦ થી ૪૦૦ મીટરના અંતરે સ્ટોન ક્વોરી ની પરમિશન આપવા બાબતે ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ૩૦૦ થી ૪૦૦ મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન ક્વોરીની લીઝ આવેલ છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલા તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને એમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા ૪૦૦ થી ૫૦૦ માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે, ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરી છે તે શ્યામ સ્ટોન ક્વોરીની લીઝની પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે, વધુમાં તેમણે જણાવ્યું છે કે દિન સાતમાં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાત દિવસ પછી ગામ લોકો કોઈપણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન ક્વોરીના સ્થળ પર જઈને જે તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!