સુરતની પીડિતા મહીલાની વહારે આવી સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ

તા.16/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર 181 મહિલા હેલ્પ લાઇનમાં એક પીડિતાએ કોલ કરી જણાવેલ કે તેઓ પતિની મારકૂટથી ત્રાશી પીપળી ગામે પીપળી જગ્યામાં આવી ગયા છે આથી 181 મહિલા હેલ્પ લાઇન આશ્રય માટે મોકલી આપવામાં આવેલ છે આ ઘટના સ્થળ ઉપર પહોંચી કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા મહિલા કોન્સ્ટેબલ રીનાબેન તથા પાઇલોટ જીજ્ઞેશભાઈ ગોસ્વામી સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતાના પતિ સાથે પીડિતાના 3 મહિના પહેલા લગ્ન થયા હતા પીડિતા બેન તેમના પતિ સાથે સુરતમાં રહે છે પીડિતા બેનના લગ્ન બાદ પીડિતા અને પતિ સાસુ સસરાની અલગ રહેતા હતા અને પરંતુ પીડિતાના પતિને તેમના સસરા સાથે અલગ રહેવા છતાં પૂરો પગાર પિતાને આપવાની બાબતને લઈને ઝઘડો ચાલતો હતો પીડિતા બેનના પતિ રાત્રે મોડા સુધી જાગ્યા હોય સવાર થયું છતાં સૂતા હતા પીડિતાએ પરોઠા બનાવી પતિની વાટ જોયા વગર નાસ્તો કરી લેતા પતિ પીડિતાને એકલા નાસ્તો કરતા જોઈ જતા નાસ્તાની પલેટ બહાર ફેંકી ગેસનો ચૂલો ફ્રીઝ સહિતનો સમાન પીડિતોની આજુ બાજુ ફેંકવા લાગેલ પીડિતા બેન આથી ડરી જતા તરત ઘરથી નીકળી બસ સ્ટેન્ડ આવી ગયેલ પિતાને ફોન કરતાં પિતાએ પિયર આવવાની ના પાડી હતી પીડિતા પાસે કોઈ ઓપ્શન ના હતો પીડિતા ને તેમના પિતાના ગુરુની જગ્યા ખબર હતો એટલે પીડિતા પહેર્યા કપડે પીપળી ધામમાં આવી ગયેલ અને પતિ ખોતુવના વિચારે એવા હેતુથી પતિને ફોટા મોકલે પતિ એ પીપળી ધામમાં સંપર્ક કરી એવું જણાવેલ કે પીપળી રૂબરૂ પીડિતાને લેવા આવે છે પરંતુ લેવા આવેલ નહિ અને માતા પિતાની જોડે પડિતાને આવવા કહેલ પીડિતા તેમના સસરાથી ડરેલા હોય આથી પતિ સાથે જવું હોય પણ પતિ કોઈ પણ ભોગે લેવા આવવા ત્યાર ના હોય પીડિતા પાસે આશ્રય સિવા કોઈ રસ્તોના હોય પીપળી ધામમાં ત્યાંના સંતોની સલાહથી 181 માં ફોન કરેલ અને પીડિતાને સમસ્યા સમજી પીડિતાને આશ્રય તેમજ કાઉન્સેલિંગ માટે સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં સોંપી આપેલ છે.





