GUJARATMEHSANAVIJAPUR

કડી આદુંદરા પ્રા. શાળા ના આચાર્ય નુ વિદ્યોતેજક એવોર્ડ થી સન્માન

કડી આદુંદરા પ્રા. શાળા ના આચાર્યશ્રીનું વિદ્યોતેજક એવોર્ડ થી સન્માન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ પુલકીતભાઈ જોશીની પ્રેરણાથી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉતમ કામગીરી બદલ આદુંદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શરદકુમાર રતિલાલ શ્રીમાળીને શિક્ષણવિદ્ ગજેન્દ્રભાઈ જોશીના હસ્તે વિદ્યોતેજક એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!