બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા ગુજરાતના શિક્ષણ જગતના અને સામાજિક ક્ષેત્ર યોદ્ધા સમાન બહેનોએ તેમના ક્ષેત્રમાં કરેલ સફળ કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે પ્રમુખ મિતેશભાઈ જેઠવા, મંત્રી નરસિંહભાઈ ઇટાલીયા અને સમગ્ર ટીમ દ્વારા મહિલા ગૌરવ સન્માન-2025 કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલ મુકામે કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ સ્નેહલબેન પટેલ અને ડૉ.દમયંતીબા સિંધા(M.D હર્બલ કેન્સર સ્પેશિયાલિસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ એવોર્ડ પ્રાપ્ત કરેલ મહિલાઓને વિશેષ આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર ગુજરાતના 18 જિલ્લાઓમાંથી તેમના ક્ષેત્રના કાર્યોના આધારે પસંદ થયેલા 56 મહિલાઓનો શિલ્ડ, સન્માન પત્ર, મેડલ, અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન શૈક્ષણિક કાર્ય ઉપરાંત સામાજિક કાર્ય, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સમાજની બહેનોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નિર્ભરને બનાવી આત્મ નિર્ભર પ્રોજેક્ટ ઉપર સતત કાર્ય કરતાં રંજનબેનની મહેનત અને કામ કરવાની લગન ને ધ્યાનમાં રાખી મહિલા ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. આ અગાઉ પણ 2 એવોર્ડ ગુજરાત વુમન લીડરશીપ અને ફેમ્પ્રેન્યુર એવોર્ડથી રંજનબેન મેળવી ચૂકયા
છે.