
તા.૨૩.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ડોકી સબ જેલ ખાતે વિશ્વ ક્ષય દિવસ ૨૪ માર્ચ અંતર્ગત કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
દાહોદ : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર. ડી. પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભગીરથ બામણીયાના માગૅદશૅન હેઠળ “વિશ્વ ક્ષય દિવસ” નિમિતે દાહોદ તાલુકા સબ જેલ ડોકી ખાતે કુલ ૧૮૩ કેદીઓની ટીબી, એચ.આઈ.વી, લેપ્રસી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.જે નિમિતે ૧૨ કેદીઓના એક્ષરે કરવામાં આવ્યો હતો, તેમજ ૪ કેદીઓના સ્પુટમ લેવામાં આવ્યા હતા. એ સાથે પ્રા.આ.કેન્દ્ર રેટીયા ખાતે એમ મળીને કુલ ૫૦ ટીબી દર્દીઓના શંકાસ્પદના એક્ષરે લેવામાં આવ્યા હતા. તેમજ ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશના ભાગરૂપે પત્રિકા વિતરણ કરીને ટીબી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો હતો




