PATANPATAN CITY / TALUKO

પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું કાવતરું હતું : કરસન પટેલ

પાટણ ખાતે 42-લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા નિરમાના ચરમેન કરસન પટેલે મીડીયા સમક્ષ મોટું  નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલ સહિતના પાટીદાર આનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોઇના ઇશારે  પાટીદાર અનામત આંદોલન ઉભુ કરીને આનંદીબેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારોને હજી સુધી ન્યાય નથી મળ્યો.

Back to top button
error: Content is protected !!