સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાની ઈકો કલબ અંતર્ગત ઈન્નર વ્હીલ ક્લબ ઓફ પાલનપુર દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુર ખાતે ઇકો ક્લબના કાર્યક્રમના ભાગ રૂપે પોસ્ટર મેકિંગ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું માધ્યમિક શાળાના શિક્ષક શ્રી અજીતભાઈ વાઘેલા દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ પાલનપુરના પ્રમુખ શ્રીમતી કિરણબેન જોશી તેમજ શ્રીમતી સ્વાતિબેન આચાર્ય હાજર રહેલ તેઓનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ કર્યું હતું,ક્લબના પ્રમુખ શ્રીમતી કિરણબેન જોષીએ પર્યાવરણ બચાવો અંગેની વિદ્યાર્થીઓને પોતાના પ્રવચન દ્વારા માહિતી આપી હતી,ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓની પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં “પર્યાવરણ બચાવો”અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોની કળાને બિરદાવી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર અનુક્રમે શેખ અરશાન,શેખ તંજીલ,પટણી જીજ્ઞા તથા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર અનુક્રમે પઠાણ મદીના,શેખ સાલેહા,રાવળ નિધિને વોટર કલર્સ તથા સ્પર્ધામાં ભાગ લેનાર સર્વેને ચિત્રની કીટ કલબના પ્રમુખ શ્રીમતી કિરણબેન શ્રીમતી શ્વેતાબેન આચાર્ય,સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, મેરેજીંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયા, માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ બી પરમાર, માધ્યમિક શાળાના શિક્ષક શ્રી અજીતભાઈ વાઘેલા,શ્રીમતી નિમિષાબેન કે મોગરાના હસ્તે ઈનામ આપવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી નિમિષાબેન કે મોગરા કે જેઓ ઈનર વ્હીલ ક્લબ ઓફ પાલનપુરના એજ્યુકેશન કમિટીના કો-ચેરમેન પણ છે તેમના દ્વારા કરવામાં આવેલ.




