
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા, ગુજરાત સરકારના એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પના કોર્ડિનેટર તથા સર પી. ટી. સાયન્સ કોલેજ, મોડાસા (જિલ્લો અરવલ્લી) ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક — વેકેશન દરમિયાન પોતાના વતન વલસાડ જિલ્લાના નાનાં ગામોમાં સમાજલક્ષી અને શિક્ષણમૂલ્ય આધારિત કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમણે નાની ચણવઈ, પારનેરા દાદરી ફળીયું, તથા તિથલ વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો સાથે પોતાનો પરિચય આપીને “ભવિષ્યમાં શું બનવું છે?” જેવા પ્રશ્નોના જવાબમાં બાળકોને ડોક્ટર, એન્જિનિયર, પોલીસ અધિકારી, પ્રોફેસર, તેમજ IAS જેવી પ્રેરણાદાયી કારકિર્દીની દિશામાં વિચારવા પ્રેરિત કર્યા. તેમજ, પારનેરા અને રાણીપરજ ગામની શાળાઓના નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકોએ પ્રેરણાત્મક પ્રવચન માણ્યું. પ્રો. ગોંગીવાલાએ સ્માર્ટ વ્યૂ બોર્ડની મદદથી પ્રાર્થના, બાળવાર્તાઓ રજૂ કરી તથા પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કર્યું. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ, લતાબેન પટેલ તથા તમામ શિક્ષકદળે આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અધ્યાપક શ્રીએ બાળકોને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ ભેટ આપી, અને “માદરે વતન સુખી સુખા” અભિયાન હેઠળ આશરે 300 વૃક્ષોની સંભાળ લીધી. વતનમાં માતાજીના ઓવરબ્રીજ નજીક “જય અંબે ઓનલાઇન સેન્ટર”ની શરૂઆત કરીને માહિતીપ્રદ સેવાઓ આપવાનું પણ આરંભ્યું. ચૈત્રી નવરાત્રી 2023થી આજદિન સુધીમાં પ્રો. ગોંગીવાલાએ પોતાના સ્વખર્ચે 0.39 કરોડથી વધુ બિસ્કિટ પેકેટ્સ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડ્યા છે અને રાજ્ય તેમજ રાજ્ય બહાર કુલ ૨,૦૦૦થી વધુ કાર્યક્રમો દ્વારા બાળકોને ગણવેશ સેવા, શિક્ષણ સહાય અને પ્રેરણા આપવામાં સતત કામગીરી કરી છે.



