BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરા: સાયખા GIDC માર્ગ પર ભેરસમ નજીક દારૂ ભરેલ કારનો અકસ્માત સર્જાયો…

સમીર પટેલ, ભરૂચ

GJ 16 AW 8013 નંબરની અર્ટિગા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, પોલીસ ઘટના સ્થળે..

13 પેટી તેમજ છૂટી પડેલ બોટલો મળી અંદાજિત 250 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હોવાનું પ્રાથમિક અનુમાન..

પોલીસ ગણતરી બાદ ચોક્કસ મુદ્દામાલ માલુમ પડશે, બુટલેગરનો આબાદ બચાવ થયો..

પોલીસે કાર ચાલક બુટલેગરની અટકાયત કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી..

વાગરા પોલીસે રાત્રી પેટ્રોલીંગમાં દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી ભગાડી ગયો હતો. જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલ્ટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો.પોલીસે કાર ચાલક સાથે રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સુચનાઓ આપી હતી.જેને અનુસંધાને ગતરોજ રાત્રીના વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા GIDC માં રાત્રીના પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક આર્ટિગા કાર આવતા તેના ચાલકને ઈશારો કરીને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું,તેમ છતાંય કાર ચાલકે કાર ઉભી નહિ રાખી પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાવી ગયો હતો.જેથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો. આ સમયે અર્ટિગા કારના ચાલકે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમા ઉંધી પડી ગઈ હતી. કાર પલ્ટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો.પોલીસે કારના ચાલકનું નામ ઠામ પૂછતાં આમોદ તાલુકાના આછોદ ગામનો મુહંમદ સુહેલ ઉર્ફે છોટુ હારૂન પટેલ હોવાનું જણાવ્યું હતું.વાગરા પોલીસે સ્થળ પરથી 750 મિલીની 51 બોટલો,180 મિલીની 663 બોટલો મળીને કુલ 714 દારૂનો જથ્થો કિંમત રૂ.1,29,642 અને મોબાઈલ S 24 અલ્ટ્રા 75,000 અને કાર રૂ.10, 00, 000 લાખ મળીને કુલ રૂ.12,04,642 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Back to top button
error: Content is protected !!