GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -e-KYC બિલકુલ સરળ; ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન તથા નિયત કેન્દ્રો પર e-KYC  થઈ શકશે

 

MORBI -e-KYC બિલકુલ સરળ; ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન તથા નિયત કેન્દ્રો પર e-KYC  થઈ શકશે

 

 

e-KYC રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરથી થઈ શકે છે, કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને નહીં આપવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ

Oplus_131072

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, બે રીતે e-KYC કરાવી શકે છે.

રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. તેમજ જે રેશનકાર્ડ ધારકોના ખોટા આધાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઈ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકાશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!