GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ; વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર બધા જ પ્રકારના વાહનોને ટ્રાફિક રસ્તા પર ૧૧/૦ (કોલેજ સર્કલ) થી ૧૭/૦ (બંસીધર મેટલ્સ) ની વચ્ચે જમણી બાજુ રોડ ઉપર વાહનોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અન્વયે ચીખલી ટાઉન થી કોલેજ સર્કલ થી વાંસદા તરફ તેમજ વસુધરા ડેરી તરફ જતાં ભારે વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે ચીખલી એન.એચ.૪૮ ઓવરબ્રિજના સર્વિસ રોડથી એન.એચ. ૪૮ નો ઉપયોગ કરી આલીપોર ફલાય ઓવરબ્રિજના વાયડકટમાં થઇ વસુધરા ડેરીથી  ચીખલી કોલેજ તરફ જતાં લિન્ક રોડનો ઉપયોગ કરી વાંસદા તરફ જવાનું રહેશે.  રાનકુવાથી કોલેજ સર્કલ થઇ ચીખલી ટાઉન તરફ જતા વાહનો ચીખલી કોલેજ સર્કલથી વસુધરા ડેરી તરફ જતાં લિન્ક રોડનો ઉપયોગ કરી એન.એચ. ૪૮ આલીપોર ફલાય ઓવર બ્રિજના સર્વિસ રોડથી એન.એચ. ૪૮નો ઉપયોગ કરવાનો રહેશે. નાશિક થી વાંસદા-રાનકુવા થી ચીખલી તરફ જતાં વાહનો રાનકુવા થી ખુડવેલ- ગોલવાડા થઇ ચીખલી તરફ જશે. રાનકુવાથી ટાંકલ-દેગામ-આલીપોર થઇ ચીખલી તરફ જશે. ચીખલી ટાઉનથી રાનકુવા-વાંસદા તરફ તેમજ રાનકુવા-વાંસદા થી ચીખલી ટાઉન તરફ જતાં  નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે) એ ચીખલી બગલાદેવ મંદિરથી ચીખલી, ખેરગામ, ધરમપુર રોડનો ઉપયોગ કરી ચીખલી ખુંધ પોંકડા, બામણવેલ રોડ થઇ ખુંધ નિશાળ ફળિયા રોડ થઇ ચીખલી-વાંસદા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ ૧૧/૦ (કોલેજ સર્કલ) થી ૧૪/૦ (બામણવેલ પાટિયા) ડાબી તેમજ જમણી બાજુ નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે ) ચીખલી તેમજ વાંસદા તરફ જવા માટે  નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે) બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ ૧૧/૦ (કોલેજ સર્કલ) થી ૧૪/૦ (બામણવેલા પાટિયા) જમણી બાજુનો ટુ-લેન ટુ-વે ટ્રાફિક તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી આગામી તા.૨૪/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

તસ્વીર – પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!