GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે છ માસના બાળકને ઈચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં સોંપવામાં આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે સ્પેશિયલ એડોપ્શન એજન્સી, ખૂંધ, તા.ચીખલી સંસ્થામાં સંભાળ મેળવી રહેલા છ માસના બાળકને ભારત સરકાર દ્વારા કાર્યરત સેન્ટ્રલ એડોપ્શન રિશોર્સ ઓથોરિટી હેઠળ રજીસ્ટર થયેલ બેંગલોરના દત્તક ઈચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં સોંપવામાં આવ્યા છે. આ પ્રસંગે ક્લેક્ટરશ્રી સહિત મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા દત્તક માતા પિતા સહ પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



