GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી વિસ્તારમાં સભા ભરવા- સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે.  જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી ૧૪/૦૫/૨૦૨૪ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા,  સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાના રહેશે.
<span;> આ હુકમ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રા, એસ.ટી.બસ, રેલ્વે મુસાફરી કરવા માંગતા, મંદિર, મસ્જીદ, દેવળમાં પ્રાર્થના માટે તેમજ સક્ષમ અધિકારીશ્રીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઇડ વ્યકિતઓને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!