જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં લાઉડ સ્પીકરને લઈ પ્રતિબંધિત હુકમો ફરમાયા

*જિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં લાઉડ સ્પીકરને લઈ પ્રતિબંધિત હુકમો ફરમાયા*
*****
હાલમાં રાજ્યમાં તા.૧૧/૧૦/૨૦૨૪ સુધી નવરાત્રી મહોત્સવ તેમજ તા.૧૨/૧૦/૨૦૨૪ના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવનાર છે. જે દરમિયાન ખાનગી કે જાહેર સ્થળે રાત્રિ દરમિયાન ગરબા, રાસના કાર્યક્રમમાં લાઉડ સ્પીકર મોડે સુધી ચાલુ રાખવામાં આવે છે.સરકારશ્રીના આમુખ-(૧)ના નોટિફિકેશનથી નવરાત્રીના મહોત્સવ દરમિયાન રાત્રિના ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પબ્લિક એડ્રેસ સિસ્ટમ લાઉડ સ્પીકર વગાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી તા.૧૨.૧૦.૨૦૨૪ સુધી રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા બાબતે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્રિશ્ના એ.વાઘેલાએ તેમને મળેલી સત્તાની રૂએ બહાર પાડ્યુ છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(એન), ૩૬(ઇ)(એ) અને ૩૮ અન્વયે મળેલ નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કેંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ની કલમ-૫(૨)(૩)ની જોગવાઇઓને આધીન તથા સરકારશ્રીના આમુખ-(૧)ના જાહેરનામા મુજબ તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી રાત્રીના ૧૨:૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ:- પ્રતિક ભોઈ



