મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને સિનિયર જર્નાલીસ્ટ સમાજના કાર્યક્રમમાં છવાઇ ગયા

દિવાળી પહેલાના સુ્દર આયોજનના હજુય પડઘા-મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની સેવાને MLA એ બિરદાવી હતી
હજુય સમાજ માટેના નક્કર આયોજનોની રૂપરેખા ઘડાઇ છે અને ભાઇઓ,બહેનો,વડીલો,બાળકો,યુવઓ સૌ માટે રચનાતચમક આયોજન થતા રહેશે અને ઉચ્ચ મુલ્યો પ્રસ્થાપીત થતા રહેશે તેમ જણાવતા આગેવાન શ્રી હિરેનભાઇ ત્રીવેદી
જામનગર (ભરત ભોગાયતા)
સામાજીક જીવન વિવિધતાથી ભરેલુ છે અને અનેક ઉતાર ચઢાવ પણ આવે ત્યારે સમાજના આગેવાનો કે હોદેદારો જ્યારે જહેમત ઉઠાવી સેવાકર્યો કરે તે સેવાકર્યો દીપી ઉઠે છે. તેમજ સારા આયોજનોની સાબિતી એ કે દિવાળી પહેલા થયેલો આ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો કાર્યક્રમ એવો સુંદર થયો કે હજુય સકારાત્મક પડઘા પડે છે જે ખુશીની વાત છે તેમ સીનીયર જર્નાલીસ્ટ અને જ્ઞાતિના હોદેદાર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હીરેનભાઇ એ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે શ્રી હીરેનભાઇ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં તો ખરાજ સમસ્ત બ્રહ્મ સમાજમા પણ મોભાનુ સ્થાન ધરાવે છે અને તેઓના વિવિધ સેવાઓ બદલ અનેક વખત સન્માન થયા છે
જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને તેના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા હંમેશા જ્ઞાતી અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેનો હું સાક્ષી છું, ભુતકાળમાં જયારે આ વાડીમાં કઇં ન હતું ત્યારે ધીરે ધીરે જ્ઞાતીજનો દ્વારા સગવડતા વધારવામાં આવી અને ખાસ કરીને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રોજેકટ મુર્તીમંત કરીને ફકત જ્ઞાતીની વાડીનો જ નહીં, આ વિસ્તારમાં લોકોની સુવિધા માટે પણ સતત રજુઆત કરી છે, જેની અમે નોંધ લઇને આગામી દિવસોમાં રિલાયન્સ પમ્પના ઢાળીયાથી જ્ઞાતીની વાડીની આગળના ભાગ સુધી રૂપિયા. ૮૫ લાખના ખર્ચે સીસી રોડ મંજુર કર્યો છે, અમે સૌ પદાધીકારીઓએ અલગ અલગ અનુદાનમાંથી આ રકમ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં વાડીની મઘ્યમાં આવેલ હોલમાં એસી હોલ બનાવવા માટે રૂપિયા ૫ લાખનું ફરીથી હું અનુદાન આપુ છું . તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સાંસ્કૃતીક હોલના લોકાર્પણ વિધિમાં જણાવ્યુ હતું. હવે વિચારો કે જે ધારાસભ્ય સંગઠનના માણસ છે , એકતાના માણસ છે,સારા મુલ્યો ના સદભાવ પ્રસરાવનાર પણ લો પ્રોફાઇલ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી એ ત્યારે વખાણ કર્યા હતા ધારાસભ્યએ તેઓ દ્વારા હાથ ધરાયેલા પ્રકલ્પો આ્ગે ત્યારે કહયુ હતું કે આપ સૌના આશીર્વાદથી હું કુપોષીત બાળકોને દતક લઉં છું, બ્લડ ડોનેશન તેમજ દિવાળીના દિવસોમાં ગરીબ વિસ્તારોમાં મિઠાઇ અને ફટાકડા પણ વેચુ છું, ત્યારે આપ સૌના આશીર્વાદ છે કે તમે એવી પ્રાર્થના કરો કે આગામી દિવસોમાં હું વધુ સેવાકીય કામ કરીશ, કાર્યક્રમમાં સન્માનના પ્રત્યુતરમાં ડે. મેયરે જણાવ્યુ હતું કે મેં મારા વોર્ડમાં સાંસ્કૃતીક હોલ માટે રૂપિયા ૧૦ લાખની રકમ ફાળવી હતી ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ રૂપિયા પાંચ લાખની રકમ ફાળવી હતી. જેને લીધે આ સરસ હોલ તૈયાર થયો છે અને હું મારા સન્માન બદલ તમામ જ્ઞાતીજનોનો આભાર માનુ છું. આ દરેક વાત થઇ હતી ત્યારે સંસ્કૃતિક હોલ લોકાર્પણ વખતે તે સમાજ માટે પ્રેરક રહી તેમ પણ શ્રીહિરેનભાઇએ આ તકે કહ્યુ હતુ.
ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યુ હતું કે સેવાકીય પ્રોજેકટમાં જ્ઞાતીજનો આવતા હોય છે, ખાસ કરીને આ પ્રોજેકટના ડાયરેકટર હીરેનભાઇ અવાર નવાર રજુઆત કરે છે અને જ્ઞાતી માટે સારા પ્રયાસ કરે છે, ભવિષ્યમાં પણ તેઓ સર્વાંગી વિકાસ થાય અને જ્ઞાતી અગ્રેસર થાય તેવા પ્રોજેકટ કરશે અમારા તરફથી પણ અમે સારા કામોમાં ચોકકસ મદદ કરીશું, ભાજપના પુર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ યુવા સોશ્યલ ગ્રુપની કામગીરીને બિરદાવીને જણાવ્યુ હતું કે, પત્રકાર અને પ્રોજેકટ ડાયરેકટર અમારા મિત્ર છે અને તેઓ જ્ઞાતીની સેવા માટે કામ કરે છે તેનું અમને પણ ગર્વ છે, ભવિષ્યમાં પણ તેઓ સારા કામ કરે તેવી અમારી શુભેચ્છા છે, આ કાર્યક્રમમાં યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ તલવાર અર્પણ કરી, સાલ ઓઢાડી ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યોએ તલવાર અને સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતીના ટ્રસ્ટી અને પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદીએ કર્યુ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી તથા અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં મનિષ કટારીયા, પુર્વ ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ કીર્તીબેન ત્રિવેદી, યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ ચેતનભાઇ ત્રિવેદી, દાતા પરિવારના પંકજભાઇ જોશી, ડો. દિનેશભાઇ ત્રિવેદી, પુર્વ મેયર અમીબેન પરીખ, પુર્વ ચેરમેન સુભાષભાઇ જોશી, મનિષ કટારીયા, અભ્યુદય મંડળના પરશુરામભાઇ ત્રિવેદી, કિશોરભાઇ ત્રિવેદી, મોહનભાઇ ત્રિવેદી, ઉર્મીબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા, જયારે નરેન્દ્રભાઇ જાની પરિવાર તરફથી સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં ભોજન ખર્ચ ના રૂપિયા ૯૦ હજારનું માતબર દાન કર્યુ હતું. જ્ઞાતીના ટ્રસ્ટી ઉમેદભાઇ જાની, પુર્વ પ્રમુખ રાજેશભાઇ ત્રિવેદી, મંત્રી જીતેનભાઇ ઉપાઘ્યાય, કિરીટભાઇ ત્રિવેદી, ખજાનચી મહેશભાઇ ત્રિવેદી, એમ.પી. ત્રિવેદી, વસંતભાઇ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા બિપીન ત્રિવેદી, સંદીપ ત્રિવેદી, અશોક ત્રિવેદી, ખુશાલ ત્રિવેદી, દિપ ત્રિવેદી, કલ્યાણી ત્રિવેદી, જાગૃતીબેન ત્રિવેદી, જયોતીબેન ત્રિવેદી, ધારીનીબેન ત્રિવેદી, પરેશભાઇ ત્રિવેદી (કાનાભાઇ), પરેશભાઇ ત્રવાડી, મનિષ ત્રિવેદી, હિતેશ ત્રિવેદી, અજય ત્રિવેદી સહિતના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી, જયાનંદભાઇ સવજી પરિવારના સ્વ. દિનકરરાય, સ્વ. મનસુખભાઇ, સ્વ. પ્રતાપભાઇ તથા મોહનલાલ જયાનંદભાઇ ત્રિવેદીભાઇ તરફથી. રૂપિયા ૪૫ હજારનું એસી સાંસ્કૃતીક હોલ માટે આપવાની જાહેરાત કરી હતી. મોડી સાંજ સુધી સંગીતના જલસા ‘કરાઓકે’ કાર્યક્રમમાં જ્ઞાતીજનોએ સુમધુર સંગીતની મોજ માણી હતી, ત્યારબાદ જ્ઞાતીજનોએ ભોજનની મોજ માણી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજની એક વ્યક્તિ નગરના અમુલ્ય મોતી સમાન આગેવાનો સાથે હંમેશા પોતાના સદગુણોથી સંબંધ અને સ્નેહ ધરાવતા હોય તેમજ એ દરેક મહાનુભાવોને પણ આ સંબંધનું ગર્વ હોય છે તેવુ શ્રી હીરેનભાઇનુ ઝળહળતુ અને દીપી ઉઠે તેવુ કાર્ય હંમરશા હોય છે.



