MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર સોશિયલ મીડિયામાં હથીયાર સાથે ફોટો અપ્લોડ કરનાર ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ કાર્યવાહી 

 

WAKANER વાંકાનેર સોશિયલ મીડિયામાં હથીયાર સાથે ફોટો અપ્લોડ કરનાર ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ કાર્યવાહી

 

 

વાંકાનેર: સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપ્લોડ કરનાર ઇસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે સોશ્યલ મીડીયાં ઇન્સ્ટાગ્રામમા mr_ sultan_ 478692 નામના એકાઉન્ટમા હથીયાર સાથેના ફોટો અપ્લોડ કરેલ છે. જેથી ઇન્સ્ટાગ્રામ મા mr_sultan_ 478692 ની આઇડીની તપાસ કરતા શાહરૂખ દાઉદભાઇ સર્વદિ રહે.નવા રાતીદેવરી ગામ તા-વાંકાનેર જી-મોરબી વાળાનુ હોવાનુ જાણવા મળતા ઇસમની પૂપરછ કરતા ઇન્સ્ટાગ્રામ મા mr_sultan_ 478692 વાળુ આઇડી પોતાનુ હોવાનુ અને આ ફોટો પોતે અપ્લોડ કરેલ હોવાનુ જણાવતો હોઇ તેમજ ફોટામા જણાયેલ હથીયાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે-ઝિંઝુડા તા-જી-મોરબી વાળાનુ હોવાનુ જણાવેલ જેથી સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપ્લોડ કરનાર ઇસમને પકડી પાડી આરોપી વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!