BHARUCHNETRANG

નેત્રંગ : તાલુકાની મુખ્ય આરોગ્ય વિભાગ ની કચેરી પાસેજ ખાળ કુવાઓ ઢાંકણ વગરના.

નેત્રંગ : તાલુકાની મુખ્ય આરોગ્ય વિભાગ ની કચેરી પાસેજ ખાળ કુવાઓ ઢાંકણ વગરના

 

મેલેરિયા,ડેન્ગ્યુ,ચીકનગુનીયા વિગેરે પાણીજન્ય રોગચારો નગરમા ફેલાવાનુ કેન્દ્ર બિંદુ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૩/૦૭/૨૦૨૪

 

 

નેત્રંગ નગરમા તાલુકા સેવાસદન ની સામે આધુનિક સુવિધાઓ વાળી લાખો રૂપિયા ની લાગત થી રેફરલ હોસ્પિટલ સહિત ડૉક્ટર સહિત સ્ટાફ માટે બહુમાળી વાળા રહેઠાણનુ નિર્માણ કરવામા આવેલ છે.

 

જેમા હાલમા જુનુ તેમજ નવુ બહુમાળી વાળા રહેઠાણ વિસ્તારમા ચોમાસાની સિઝન દરમિયાન ઘુટણ સમા પાણી ભરાઇ જતા હોવાથી હોસ્પિટલ નો સ્ટાફ હેરાનપરેશાન થઇ ગયો છે. નવુ બનાવવામા આવેલ બહુમાળી રહેઠાણ ના નિર્માણમાં નકરી વેઠ ઉતરવામા આવી છે…? જેને લઇ ટૂંક સમયમાં જ કલર ઉખડી જવા પામ્યો છે.

 

ખાળકુવા ઉપર તકલાદી ઢાંકણ ફીટ કરેલ હોય જે તુટી જતા લાંકડાનુ બારણુ તેની ઉપર ઢાકવામા આવ્યું છે. ખાળકુવાનુ પાણી પણ રહેઠાણ વિસ્તારમા ફેલાતા મચ્છર જન્ય રોગ ચારો નગરની મુખ્ય જન આરોગ્ય સુવિધા માટે બનાવેલ રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ માંથી અન્ય વિસ્તારમા ફેલાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અહિયા નજીક મા જ તાલુકાની મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી પણ આવેલ છે. રહેઠાણ વિસ્તારમા સ્ટીટ લાઇટ પણ બંધ હાલતમા હોવાથી ઓર પરેશાની સ્ટાફ ને ભોગવવી પડી રહી છે. રહેઠાણ વિસ્તાર મા ભરાતા પાણી,ખાળકુવાઓના તુટેલા ઢાંકણો. બંધ રહેતી સ્ટીટ લાઇટો બાબતે જેતે વિભાગનુ ધ્યાન દોરવા છતા પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી જવાબદાર અધિકારીઓ થકી કરવામા આવતી નથી. જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આ બાબતે યોગ્ય ધટતુ તાત્કાલિક કરે તે જરૂરી છે. આ બાબતે જીલ્લા કલેક્ટર પણ ધ્યાન પરલે તે જરૂરી બાબત છે.

 

 

Back to top button
error: Content is protected !!