GUJARATTHARADVAV-THARAD

થરાદમાં હાયવા–ડમ્પર ચાલકો પર પ્રાંત કલેકટર એસ.જી. મેરની લાલ આંખ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

જિલ્લા કલેકટર દ્વારા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવાની તૈયારી

 

થરાદ ખાતે પ્રાંત કલેકટર એસ.જી. મેર દ્વારા ભારે વાહનો, ખાસ કરીને હાયવા અને ડમ્પર ચાલકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પ્રાંત કલેકટરની નજરમાં નંબર પ્લેટ વગર તથા માલ ભરેલા હાયવા વાહનો ઉપર નેટ ન હોવાના ગંભીર નિયમભંગના કિસ્સાઓ આવ્યા હતા.

આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રાંત કલેકટર દ્વારા ત્રણ હાયવા વાહનો રસ્તા પર જ ઉભા રખાવાયા હતા અને સંબંધિત વાહન ચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી. બાદમાં પ્રાંત કચેરી ખાતે જ આ વાહનોમાં નંબર પ્લેટ લગાવવામાં આવી તેમજ તમામ હાયવા પર ફરજિયાત નેટ લગાવવાની કાર્યવાહી કરાવવામાં આવી હતી.

પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે કોઈપણ ભારે વાહન, હાયવા કે ડમ્પર જો નેટ વગર, નંબર પ્લેટ વગર અથવા ઓવરલોડ હાલતમાં જોવા મળશે તો તેની સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહીથી વિસ્તારમાં બેફામ ચાલતા હાયવા–ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પ્રશાસન દ્વારા લેવામાં આવેલ આ પગલું આવકારદાયક ગણાઈ રહ્યું

છે.

Back to top button
error: Content is protected !!