GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં પીએમ સૂર્યઘર યોજના અને સ્માર્ટ મીટર અંગે જનજાગૃતિ કાર્યક્રમ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ ગ્રામ પંચાયત કક્ષાએ શનિવારે વિજળી વિષયક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મુફત વિજળી યોજના (પીએમ સૂર્યઘર યોજના) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તથા યોજનાના લાભો વિશે ગ્રામજનોને અવગત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ મીટરના લાભો, પારદર્શક બિલિંગ પદ્ધતિ, વીજ વપરાશ પર નિયંત્રણ અને ઊર્જા બચત અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી. સાથે સાથે ઘરેલુ વિદ્યુત સલામતી, વીજ લાઈનો તથા ટ્રાન્સફોર્મર આસપાસ જરૂરી સાવચેતી રાખવાની મહત્વતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો.આ ઉપરાંત ઓનલાઈન વીજ બિલ ચુકવણી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને વીજ સંબંધિત કોઈપણ સમસ્યા કે ફરિયાદ માટે ટોલ-ફ્રી નંબર 19123 તથા 1800 233 3003 પર સંપર્ક કરવા માટે જનતાને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમથી ગ્રામજનોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધવા સાથે ઊર્જા બચત અને સલામતી અંગે મહત્વપૂર્ણ સમજ વિકસિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!